Friday, May 31, 2019

સાઉથ માં લોકો લૂંગી કેમ પહેરે છે?

1990 -1991  વખત પરીચય થયેલો . શાહબુદ્દીન રાઠોડ સાહેબ ની ખસ ને કાથી વાળો ખાટલો - જોક માંથી અચાનક હકીકત બની ગયેલી.


એ વખતે એન્જિનિરીંગ ના ફાઇનલ યર ના પ્રોજેક્ટ માટે કંપની-કંપની સેક્ટર-સેક્ટર (visulize नगरी नगरी ,द्वारे द्वारे  ... ) ભટકવાનો સમય હતો.

કંપની માં જવાનું , ટાઇ ખાસ પહેરવાની એટલે watchmen સાથે લાંબી રક્ઝક ના થાય ને અંદર જવા દે , રિસેપ્શનિસ્ટ સાથે ની રકઝક મહદ્દ અંશે મીઠી લાગતી પણ તોય ટાઇ પહેરી રાખવાની !


અંતે નાનો ઇન્ટરવ્યૂ - કેટલીક વાર તો ઇન્ટરવ્યૂ પૂરો થાય ત્યારે ખબર પડે કે મજકુર ઈસમ તો પટાવાળો હતો.


પણ ઇન્ટરવ્યૂ વખતે મારુ સંપૂર્ણ ધ્યાન બે પગ વચ્ચે કેન્દ્રિત (મારા સ્તો!) well not literally ! બંને પગ જ્યાં મળવા કોશિશ કરે (see the depth - એ મળવાની કોશિશ છે સાચે મિલન સંભવ નથી બનતું ) ,  હા મારુ સંપૂર્ણ ધ્યાન બંને પગ જ્યાં મળવા કોશિશ કરે ત્યાં બંને બાજુ લુમ્બો જુમ્બો ખસ થયેલી એના પર! ને ઇન્ટરવ્યૂ ના જવાબ તો પ્રશ્ન પણ સાંભળ્યા વગર અટકળે !


ને જવાબ મોઢે થી આપવાના છે ને હાથનું જવાબ આપવામાં ક્યાં કાંઈ કામ છે - એટલે હાથ હાથ નું કામ કરે, જિન્સ પેન્ટ ની બહારથી વાલોરવા નો જેને અનુભવ હશે એને ખબર હશે કે આ રીતે 'job satisfaction' ના મળે એટલે જીન્સ ના આવરણ ને વીંધવું જરૂરી બની જાય ! પણ ઇન્ટરવ્યૂ નો  પણ કોઈ શિષ્ટાચાર હોય ને એટલે પરફેક્ટ બેલેન્સ જાળવવાનું -શિષ્ટાચાર અને અંદર થી ઉઠતા ઉમંગો વચ્ચે !


1990 પછી આશરે ત્રણ દાયકા ના સમય સુધી ખાસ સંપર્ક માં ના રહી શક્યો - you know hectic life and all this ! તે આ ઉનાળે મુલાકાત થઈ ગઈ ! બે-ત્રણ દિવસ યથા શક્તિ વાલોરયું ! જે બે માથાળા માનવી ને આ વલોરવાનો દિવ્ય આનંદ પ્રાપ્ત નથી થયો એ ને શું કહેવું - આ આનંદ નું શબ્દ માં વર્ણન અશક્ય લાગે છે !  વલોરવું શબ્દ વ્હાલ ની કેટલી નજીક છે એતો અનુભવ કરો તો જ ખબર પડે ! હશે જેવા જેના નસીબ - "ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે?"


મિત્ર નિલેશ બાળકો નો ડૉક્ટર જ બની રહ્યો હોત - પણ ના અમે એના જ્ઞાન ફલક ને વિકસાવી શકે એવી હરેક તક પુરી પાડી છે - અમારી આ મહેનત ઉગી નીકળી છે ને એથી જ કોઈક વાર અમારા ફોન મૂક્યા પછી એ ભૂલ માં પીડિયાટ્રિક પેશન્ટ ને પણ બીજે refer કરી દે છે !  Candid પાવડર ને કંજુસાઈ વગર લગાડજે - લગાડતા પહેલા હાથ ના ધોવે તો ચાલે પણ પછી ... જમવા બેસવાનું ના હોય તો પણ હાથ ધોવા પડે. પોતાનો નહીં તો બીજાનો વિચાર કરવો - આવી સલાહ પાવડર ના નામ સાથે મળી.


Candid Powder - નામ જ ઘણું બધું કહી દે છે


Candid શબ્દ ના ઓક્સફર્ડ dictionary માં બે અર્થ આપેલા છે

1.  truthful and straightforward; frank.

2. (of a photograph of a person) taken informally, especially without the subject's knowledge.


પરફેક્ટ ને ? straightforward - સિધ્ધુ ખંજવાળવાનું - frankly અને અર્થ 2 મુજબ કોઈ 'ફોટો' પાડી ના જાય એનું ધ્યાન રાખવાનું !


નામ મળી ગયું પણ picture अभी बाकि है मेरे दोस्त !  Candid નું તમિલ ટ્રાન્સલેશન 'કેન્ડીડઆ" જ થાય એવું જરૂરી નથી - એમાં શું  મેડિકલ સ્ટોર જવાનું ફોન લગાડવાનો અને નિલેશ ને આપી દેવાનો ! दोस्ती की है निभानी तो पड़ेगी !  પણ ના બે મહિના પહેલા આંખ ના એક ટીપા સમજાવવામાં નિલેશ એટલો મરણીયો થઈ ગયેલો કે બપોર ની OPD બંધ રાખવી પડેલી ! એટલે ત્યારનું એનું અલ્ટીમેટમ, કુરિયર માં દવા મોકલી આપીશ પણ ફોન પર વાત નહીં કરાવવાની !

એમ તો નિલેશને આપણા ટેસ્ટ ની ખબર એટલે BlueDart   કે Fed-Ex થી નીચે નહીં જવાનું પણ ઘર માં હવે કટોકટી જાહેર થઈ ગયેલી ને પાવડર લીધા વગર ઘરે ના આવતા એવી કડક સૂચના ! કોઈક નારી face-powder સિવાય ના પાવડર માટે આવી જીદે ભરાય એવી અસામાન્ય ઘટના ને કારણે મને એટલું સમજાઈ ગયેલું કે મામલો ગંભીર છે.


મેડિકલ સ્ટોર વાળા ને કાન ના ટીપા વિષે ઈશારા થી સમજાવવું સરળ છે પણ આ તકલીફ નું ઈશારા થી વર્ણન, એમાં પણ આજકાલ મેડિકલ માં કાઉન્ટર પર પુરુષો ની સંખ્યા ઘટી ગઈ છે  - પારકા મલક માં પ્રોબ્લેમ ઉભો કરે ને !


પણ candid नाम ही काफी रहा ! એણે મારા બે હાથ ની પોઝિશન અને તાજેતર ની કસરત  થી ઉપસેલા બાવડાં જોઈ ને મોટી size જ ફટકારી ! ફિલ્મો માં હીરો આ situation માં પોતાના ખીસા તરફ નજર કરે અને હિરોઈન જાતે પૈસા કાઢી લે પણ આ knowledge અહીં કારગત ના નીવડ્યું - મારે મારા હાથ ને વિરામ આપવો પડ્યો અને હાથ ખીસા તરફ લઈ જવો પડ્યો. પણ એનો ઈશારો મારે સમજવો પડ્યો ને પૈસા હાથો હાથ આપવાને બદલે કાઉન્ટર પર મૂકી દેવા પડ્યા - બચ્ચન સાઉથ માં પોપ્યુલર નહીં હોય,  નહીંતો મારે દીવાર નો dialogue સાંભળવાનો બનત - "में आज भी फेंके हुए पैसे नहीं लेता"


પણ સાઉથ માં લોકો લૂંગી કેમ પહેરે છે એ મને બીજે ઉનાળે સમજાઈ ગયું !






1 comment: